બે યુવા મિત્રો એ માત્ર બે જ વર્ષમાં કંપનીને શૂન્ય થી શિખર સુધી પહોંચાડી
બંને પાસે દ્રઢ વિચારસરણી છે, ધીરજ છે, કોઈપણ કામમાં ઊંડા ઉતરીને માહિતી મેળવે છે. હાર સ્વીકારતા નથી. મુશ્કેલીઓ આવે તો રસ્તો કાઢીને આગળ વધે છે.
હરિવંશરાય બચ્ચનની એક બહુ જાણીતી પંક્તિ છે.
जो छूट गए फिर कहाँ मिले पर बोलो टूटे तारों पर,
कब अम्बर शोक मनाता है, जो बीत गई सो बात गई असफलता एक चुनौती हैं,
स्वीकार करो क्या कमी रह गयी, देखो और सुधार करो जब तक न सफल हो,
नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान छोड़ मत भागो तुम,
कुछ किये बिना ही जय जय कर नहीं होती कोशिश करनेवालों की हर नहीं होती।
ભલે જિંદગીમાં ગમે તેટલા સંઘર્ષ આવે, પડકારો આવે, પરંતુ જે પ્રયાસ ચાલુ રાખે છે એવા કોશિશ કરનારાઓને ક્યારેય હાર મળતી નથી. આજે ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આવા જ બે મિત્રોની વાત કરવી છે. બન્ને મિત્રોએ સાથે બિઝનેસ કરવાનું નક્કી કર્યું. અને અથાગ પ્રયત્નો ચાલુ કર્યા. ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ બંને મિત્રો અડીખમ રહ્યા. આ બે મિત્રો છે. સુરતની જાણીતા એશિયન લેબગ્રોન ડાયમંડના માલિકો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણી. અંકુશ 40 વર્ષના છે જ્યારે સંદીપ તો હજુ માત્ર 29 વર્ષના જ છે.
બંને મિત્રોને સફળતા એટલા માટે મળી, કારણ કે તેમને વિચાર આવ્યો. એ વિચારને તાત્કાલિક અમલમાં મૂક્યો. આ બંને મિત્રોને જો તમે મળો તો તમને ખ્યાલ આવે કે બંને તરવરિયા યુવાનો છે. તેમની પાસે લોન્ગ ટર્મનું વિઝન છે. તેમનામાં ભરપૂર આત્મવિશ્વાસ છે. દિવસના 24 ક્લાકમાંથી 16 કલાક મહેનત કરે છે. એકની પાસે માર્કેટિંગનું જ્ઞાન છે તો એકની પાસે ટેક્નિકલનું.
બંને મિત્રો ટેક્નોલોજીમાં અગ્રેસર રહેવા માટે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો સાથે મળીને ડાયમંડને લગતી ટેક્નોલોજીની જાણકારી મેળવીને 2017 માં ચાઈનામાં HTHP મશીન ઇન્સ્ટોલ કરીને HTHP રફનું પ્રોડક્શન શરુ કર્યું હતું. અને સમયાંતરે તેઓ HTHP મશીનમાં પૂરતું જ્ઞાન મેળવીને તેઓએ 2020માં CVD ના ધંધામાં ઝંપલાવ્યું. CVD મશીનો તેઓએ ચાર મશીનથી શરુ કરીને આજે એશિયન લેબગ્રોન ડાયમંડને ભારતના માર્કેટમાં અગ્રણ્ય કંપનીમાં સ્થાન અપાવ્યું.
HTHP ગ્લોબલ ડાયમંડની સ્થાપના જાન્યુઆરી 2020માં સંદીપ જસાણી અને અંકુશ નાકરાણી દ્વારા કરવામાં આવી હતી. બંને મિત્રોનું લાંબાગાળાનું વિઝન અને તેમના કામ પ્રત્યેના ડેડિકેશનને કારણે સફળતાની સીડી ઝડપથી ચઢી શક્યા છે.
માર્કેટિંગ પર્સનાલિટી સંદીપ જસાણીએ અંદાજ મૂક્યો હતો કે આ CVD બજાર 2020માં $17.8 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું હતું. અને તેમને સ્ટડી કર્યો હતો કે ભાવિ અંદાજ 2027 સુધીમાં 7.9 બિલિયન અમેરિકન ડોલર રહેશે.
આ રીતે બંને મિત્રો મળ્યા અને એક મોટી કંપની ઉભી કરી…
અંકુશ નાકરાણી ઇલેક્ટ્રોનિક એન્જીનીયર હોવાથી ટેક્નોલોજીની ફિલ્ડમાં ઊંડાણપૂર્વક અભ્યાસ તથા વેપાર માટે અવારનવાર વિદેશની મુસાફરી કરતા. અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિ ધરાવતી કંપનીઓના માલિકોના સંપર્કમાં રહેતા હતા. જ્યારે સંદીપ જસાણી અલગ અલગ કંપનીઓની મશીનરીના ઈમ્પોર્ટ એક્સપોર્ટના કામ સાથે સંકળાયેલા હતા બંનેને લાગ્યું કે તેઓ સરખી વિચારધારા ધરાવે છે. બંનેનો અનુભવ અને કુશળતા રંગ લાવી. અને બિઝનેસમાં સફળતાના શિખરો સર કર્યા.
તેઓ આ CVD હીરાનું ઉત્પાદન કરતી મશીનરીમાં વધારો કરીને તેમની ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.
Asian Lab Grown Diamonds LLP નો ઉદ્દેશ CVD લેબગ્રોન ડાયમંડ વિશે જનજાગૃતિ લાવવાનો છે. ગ્રાહકોને ઓછી કિંમતે તેમની જરૂરિયાત મુજબની ડિઝાઇનનો લાભ પણ મળી શકે.
અંકુશ નાકરાણી સાથે સંવાદ કરતા તેઓનું કહેવું છે કે, અમે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીમાં મુખ્યત્વે અમારી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીયલને લગતી ઉપયોગમાં આવે તેના પર ફોકસ કરતા હતા. અમારું વિઝન જેમ્સ અને ઝવેશન માટેના ડાયમંડના પ્રોડક્શનનું ફક્ત નહોતું, અમો જેમ્સ અને ઝવેશન માટેના ડાયમંડમાં સારામાં સારી ક્વોલિટી તથા કલર પ્રાપ્ત કરી લીધેલ છે એટલે હવે અમે ઇન્ડસ્ટ્રીયલમાં જેવું કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ, ઓપ્ટિકલ ફાઇબર ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ અને પોલીસિંગ ઈન્ડસ્ટ્રીઝ (ખાસ કરીને નેનો પ્રોસેસ) તથા ડીપ ડ્રિલ ઇન્ડસ્ટ્રીઝ, મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ, ઇલેક્ટ્રિકલ વ્હિકલ ઇન્ડસ્ટ્રીઝ, સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ સારો ઉપયોગ થઇ શકે તેમ હોવાથી અમો અમારું R&D ઈન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં વધારી આપેલ હતું અને આજે સફળતાપૂર્વક અમો ઉપરોક્ત ઇન્ડસ્ટ્રીઝના ઓર્ડર મેળવી રહ્યા છીએ. આ ઈન્ડસ્ટ્રીયલને લગતા ઓર્ડરો અમો SEED 4 CVD ની નામે વિશ્વમાંથી મેળવીએ છીએ.
આ ઓર્ડરો થકી આજે SEED 4 CVD કંપની પણ વિશ્વમાં આ ફિલ્ડમાં સફળતાપૂર્વક કામ કરતા પ્લેટફોર્મ માનું એક પ્લેટફોર્મ બનેલ છે. અંકુશ વૈશ્વભરમાં 500થી વધુ વૈજ્ઞાનિકો સાથે ક્લોઝ નેટવર્ક ધરાવે છે. કારણ કે તેમનું માનવું છે કે કંપની ટેક્નિકલ પ્રગતિમાં મોખરે છે.
અંકુશ નાકરાણીએ ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. જ્યારે સંદીપ જસાણી માત્ર 8 ધોરણ અભ્યાસ કર્યો હતો. પરંતુ એ પછી તેમણે BBA કર્યું હતું અને હજુ MBA કરવાની તેમની યોજના છે.
બંને મિત્રો નિયમિત ભગવાનને પ્રાર્થના અને સખત પુરુષાર્થ અને નીતિમત્તામાં માને છે.
સખત મહેનતની સાથે તેઓ આદ્યાત્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ સંકળાયેલા છે, નિયમિત સંતોની પધરામણીઓ, આશીર્વાદ અને માર્ગદર્શન તેમને નિત્ય પ્રેરણા આપે છે. પરિણામે બંને મિત્રો નિર્વ્યસની તથા હકારાત્મકતા સાથેનું જીવન અને પ્રામાણિકતાથી ભરેલા છે.
અમારા માધ્યમ દ્વારા એક સફળ વ્યક્તિ તરીકે સમાજને શું સંદેશ આપવા માંગો છો…
યોગ્ય નિર્ણય રાઈટ સમય અને સખત મહેનત કરો તો તમને સફળતા મેળવવાથી કોઈ રોકી શકે નહિ. હંમેશા સકારાત્મક અભિગમ રાખવો યુવાનોને ખાસ સંદેશ આપવા માંગે છે કે અત્યારનો માહોલ દારૂ, સિગારેટ, ડ્રગ વગેરે વ્યસનોથી બચવા સારા મિત્રો સાથે રહો જેથી સંગત સારી હશે તો વિચારો સારા બનશે જીવનમાં વ્યસનોથી બચી શકશો માતા-પિતા અને વડીલોને ખાસ આદર આપો, કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિ સાથે ફેમિલી મેમ્બર જેવી કાળજી અને લાગણીપૂર્વક વ્યવહાર રાખો.
બંને મિત્રોની સફળતાનું આ રહસ્ય છે જે બીજા લોકોને પણ પ્રેરણા આપી શકે તેવું છે
બંને મિત્રો પાસેથી અમને જાણવા મળ્યું કે તેમની પાસે દ્રઢ વિચારસરણી છે, ધીરજ છે, કોઈ પણ કામમાં ઊંડા ઉતરીને માહિતી મેળવે છે. હાર સ્વીકારતા નથી. મુશ્કેલીઓ આવે તો રસ્તો કાઢીને આગળ વધે છે. બંને હકારાત્મક વિચારધારા ધરાવે છે. કોઈ નેગેટીવ વાતમાં પડતા નથી. 16 કલાક કામ કરે છે. માર્કેટની પુરી જાણકારી મેળવે છે. તેઓ દુનિયાના 500 વૈજ્ઞાનિકો સાથે સંપર્કમાં છે. અને સતત પોતાની જાતને અને કંપનીને અપડેટ કરતા રહે છે.